સોયાબીનની ખેતી – Pro-Soya-tips -3

https://anchor.fm/patel-agro-seeds/episodes/Pro-Soya-tips–3-e1l90rg/a-a88ltcc

મિત્રો,

સોયાબીન હોય કે કપાસ કે મરચી બધા માટે ખુબ અગત્યની વાત હોય તો તે છે ઉપજાવ- ફળદ્રુપ અને ઉપજ આપે તેવી જમીન, આજે આપણે આપણા બાપ-દાદા એ આપેલી જમીન અને પાણી બંનેને બગાડી નાખ્યા છે તે ફરી સુધારવા પડશે.

સોયાબીનનું બિયારણ એકરદીઠ ૨૦ કિલો જોઈએ એટલે કે વીઘે ૮ કિલો બિયારણ વાવવું જોઈએ. વાવણી હાર થી હાર ૧૮ ઇંચ કે ૨૪ ઈંચે છોડ થી છોડ ૬ થી ૯ ઈંચે કરવી જોઈએ . દરેક થાણે ૨ બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો છોડ ની પારવણી ઉપરના અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી છોડ દીઠ ૩ દાણા વાળી સિંગની સંખ્યા વધશે.

સોયાબીન ગ્રુપમાં જોડાવા નીચે આપેલ બટન ક્લિક કરો.