મિત્રો,
સોયાબીનનું વધુ ઉત્પાદન લેવા માટે બીજનું મહત્વ ખુબ છે, સારા વિગર વાળું અને જીનેટીકલ ગુણધર્મ અને શક્યતા ધરાવતું બીજ જોઈએ. સોયાબીનના બીજની એક ખાસિયત છે બીજનું પડ ખુબ જ નાજુક હોવાથી તેને નુકશાન થાય તો ઉગાવો સારો મળતો નથી, બિયારણની ગુણીને વધુ વાર જમીન પર પટકાવી હોય તો પણ બીજ ડેમેજ થઇ જાય છે તેટલું નાજુક છે સોયાબીનનું બીજ .
સોયાબીનનું બિયારણ એકરદીઠ ૨૦ કિલો જોઈએ એટલે કે વીઘે ૮ કિલો બિયારણ વાવવું જોઈએ. વાવણી હાર થી હાર ૧૮ ઇંચ કે ૨૪ ઈંચે છોડ થી છોડ ૬ થી ૯ ઈંચે કરવી જોઈએ . દરેક થાણે ૨ બીજ મુકવા જોઈએ જો તમારે ઈચ્છા હોય કે વધુ ઉત્પાદન લેવું છે તો છોડ ની પારવણી ઉપરના અંતરે કરવી જોઈએ તો છોડથી છોડની પોષણની હરીફાઈ ઘટવાથી છોડ દીઠ ૩ દાણા વાળી સિંગની સંખ્યા વધશે.
બિયારણ વાવણી વખતે જમીનનું તાપમાન ૩૦ સેન્ટીગ્રેડથી ઓછી હશે તો બીજનો ઉગાવો ઓછો મળશે સોયાબીનને સેન્દ્રીય ખાતર, છાણીયું ખાતર જેટલું વધારે તેટલો સારો પાક લઇ શકાશે.
સોયાબીન ગ્રુપમાં જોડાવા નીચે આપેલ બટન ક્લિક કરો.