સોયાબીનની ખેતી – Pro-Soya-tips -2

https://anchor.fm/patel-agro-seeds/episodes/——-e1l48i8

સોયાબીન બહુ સારો પાક છે તેમાં ૪૦ ટકા પ્રોટીન હોય છે. આપણા શાકાહારી લોકો માટે આ ખુબ સારો પ્રોટીનનો સોર્સ છે, સોયાબીન આપણો પાક ભલે નથી પરંતુ આપણી પાસે વિવિધ પ્રકારની જમીન છે તેથી સોયાબીન ઉગાડીને રાષ્ટ્ર માટે હૂંડિયામણરળી આપી શકીએ. ટૂંકમાં દેશ સેવા અને આપ સેવા બંને આપી શકે તેવો પાક છે.

  • સોયાબીનને નીતરવાળી જમીન માફક આવે છે, ભેજ જાળવી શકે પણ રેચક ન હોય તેવી જમીનમાં તમે સોયાબીન વાવ્યું હોય તો તમે વીઘે ૨૫ થી ૫૦ મણ સોયાબીન પકવી શકવાનું પહેલું પગથીયું તમે ચડી ગયા તમે સમજો.
  • જો તમારી જમીનનો પીએચ ૬ થી ૭.૫નો હોય તો તમારી જમીનમાં સોયાબીન સારું પાકશે પરંતુ જો ખારાશ વાળી કે રેતાળ જમીન હોય તો તમે સોયાબીનનું ઉત્પાદન વીઘે ૨૫ થી ૫૦ મણ કરવું મુશ્કેલ બની શકે.

સોયાબીન ગ્રુપમાં જોડાવા નીચે આપેલ બટન ક્લિક કરો.