આપણી ખેતી એ આપનો ધંધો છે, ખેતીના ધંધા માટે કરવા પડતા આયોજન આપણે કરવા પડશે. આપણા પાકમાં ક્યારે રોગ આવે ? કેવું વાતાવરણ થાય તો કયો રોગ આવે ? હવામાનના ફેરફારની પાક ઉપર પડતી અસરોને ધ્યાન ઉપર લેવા આપણે રોજ આપણા પાકના છોડવાને તપાસવા રોજ આંટો મારવો પડશે. આપણા ધંધાની આવક જાવકનો હિસાબ રાખવો પડશે. રોગ,જીવાત,વાઇરસ, નિમેટોડ વગેરે માટે પહેલેથીજ નિયંત્રણ કેમ કરવું તે ખબર હોવી પડશે. આપણે કારખાનેદાર કે વેપારી પોતાની ઓફિસ રાખે તેમ આપણે વાડીયે આપણા ધંધાની ઓફિસ રાખવી પડશે. ખેતી એ ધંધો છે ઓફિસ તો જોઈએ જ રોજ પાકની ખબર લેવા જવું પડે અને ખેતીના મેનેજર બનવું પડશે તો સારી ખેતી થશે. આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો