આપણી મરચીની ખેતીમાં ખાસ જરૂરી હોય તો તે છે પાળા -ડ્રિપ -મલચીંગ-ગ્રોકવર કરવાથી મોટાભાગની જમીનજન્ય મુશ્કેલી માંથી આપણે બચી જઈએ છીએ. આ માટે તમે તમારા કાનબાન કાર્ડ માં લખો કે સૌથી પહેલા જમીન અને પાણીનું પૃથ્થકરણ રિપોર્ટ પ્રમાણે બધું કર્યું ? પછી આ બધા કર્યો કરી કાનબાન કાર્ડમાં નોંધ કરો. 1-રોટાવેટર થી જમીન તૈયાર કરો. આ રિપોર્ટના આધારે 2-પાળામાં પાયાનું ખાતર ભરો – 3- પાળા તૈયાર કરી. 4-ડ્રિપ પાથરો -ડ્રિપ વગર ખેતી નહિ. 5 –શરૂઆતના 45 દિવસ છોડ તંદુરસ્ત રાખવા ગ્રો કવર લગાવો. મરચીની ખેતી પાળા – મલચીંગ – ડ્રિપ -ગ્રો કવર વગર નહિ. પાળા ટાઈટ કરવા અને મલચીંગ બરાબર દબાવવું. ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો