ચીલી કી પાઠશાળા : મરચીની ખેતીમાં ઇઝરાયેલની જેમ ફર્ટીગેશન કરો તો ફાયદો જ ફાયદો

મરચીની ખેતીમાં ઉપજ કેમ વધે ? હવે આપણે પાણીમાં ભલે તે મળે તે સિદ્ધાંતને સમજીને ડ્રિપ સાથે ખાતર આપવાના વિજ્ઞાનને જાણવું પડશે. છોડને જરૂરી પોષણ કેટલું જોઈએ તેનાથી આપણે સાવ અજાણ છીએ. નાસિકની એક કંપની ખાતર આપવાનું મશીન બનાવે છે આવું એગ્રીમેંશન ફર્ટિગેશન મશીન અપનાવવું પડશે તો ધાર્યું ઉત્પાદન મળશે અને તોજ આપણે મરચીની ખેતમાંથી રૂપિયા કમાઈ શકીશું. આપણે તો ડ્રિપ લીધું છે પણ ખાતર છાપેલ કાગળ પ્રમાણે વેન્ચુરી થી આપીયે છીએ તેનાથી પણ વિશેષ લાભ લેવા આપણે જમીન પાણીનો પૃથ્થકરણ રિપોર્ટ પ્રમાણે ફર્ટિગેશનથી આપવું પડશે. મરચીમાંથી મણિકાબંધ ઉત્પાદન લેવું હશે તો ઇઝરાયેલની જેમ મહિને કે અઠવાડિયે નહિ રોજ ખાતર પોષણ આપવું પડશે તે માટે ફર્ટીગેશન મશીન વસાવવું પડશે ફર્ટિગેશનનો જાદુ ખેતરમાં લાવવો પડશે આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો.