ચીલી કી પાઠશાળા : મરચીની ખેતીમાં આપણે શેનું ધ્યાન રાખવું પડશે ?

મરચીની ખેતી આપણે સપાટ ક્યારામાં કરવાનું છોડવું પડશે. મરચીની ખેતી હવે પાળા -મલચીંગ અને ડ્રિપ લગાવીને કરવી પડશે અને મરચીની ખેતી આપણે એકને એક ખેતરમાં વર્ષોથી કરીયે છીએ તે નહિ ચાલે. પાક ફેરબદલી કરવી પડશે કારણ કે મરચીમાં જમીનજન્ય રોગ આવે તો નિયંત્રણ ખુબ અઘરું હોય છે દાખલ તરીકે ફાઇટોપથેરા સુકારો આવે છે. આરોગ્ય પાણીજો ખુલ્લું અપાતું હોય તો પાણીના પ્રવાહ સાથે આખા ખેતરમાં પ્રસરી જાય છે. આ વર્ષે આપણે પાળા કરીને માથે ડ્રિપ મૂકીને મલચીંગ કરીશું અને ગયા વર્ષે વાવેતર કરેલ માછીની જૂની જાતને બદલે નવી રોગપ્રતિરોધક જાત અપનાવીશું. આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો