મરચીના ઉત્પાદનમાં મેળવવામાં ફક્ત રોગ જીવાત નુકશાન પહોંચાડે છે તેવું નથી. મરચીના પાકને જૈવિક અને અજૈવિક આઘાત લાગે છે. શું છે આ આઘાત ? આઘાતો જેવા કે વધુ પડતી ગરમી -વારંવાર પાણીની અછત જેવી પરિસ્થિતિ હોય તે મુજબ અપાતું પિયત. એટલે કે છોડને દુષ્કાળ જેવી પરિસ્થતિ મેળવી – વધુ ઠંડી -હિમ -આજુ બાજુના હવામાનમાં પોલ્યુશન -તમારી જમીનનો અસમતોલ પી. એચ. જરૂરી પોષક તત્વોની ખામી -જમીનમાં પાણીનો નિતાર ઓછો હોવો, ખોટી દવાના છંટકાવ દ્વારા થતી કેમિકલ ઇન્જરી ( આપણે ત્યાં વપરાતી દવાઓથી થતું નુકશાન ) અને પશુ કે આપણા ખેતીના સાધનો કે મજૂરો દ્વારા મિકેનિકલ ઈન્જરી છોડને થવી વગેરે આઘાતો મરચીના છોડ અનુભવે છે. રોગ -જીવાત -વાઇરસ -ડિસઓર્ડર સામે મરચીને લડવું પડતું હોય છે આ બધામાં એક વાત કોમન છે હવામાન નો બદલાવ વખતે મરચીના દુશ્મનો તાપમાનનો સહારો લઈને ત્રાટકે છે એટલે આપણે હવામાન ઉપર નજર રાખીયે તો દુશ્મનો થી બચી શકીયે આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો