ચીલી કી પાઠશાળા : મરચીમાં ઝીંક અને કેલ્શિયમની ઉપયોગિતાને યાદ રાખી લેજો

મરચીમાં ઝીંક આપવાથી મરચીમાં સોલ્ટ- ખારાશ સામે ટોલરન્સ (પ્રતિરોધક) ઉત્પન્ન થાય છે. પુરતા પ્રમાણમાં ઝીંકની હાજરી હોય તો મૂળ સોડીયમ લેતું નથી આમ ઝીંક મરચીના પાકમાં મહત્વનો ભાગ ભજવે છે. મરચીમાં કેલ્શિયમની ખુબ અગત્યની જરૂરિયાત છે. કેલ્શિયમની ઉણપથી મરચીમાં બ્લોસમ રોટ નામનો ડીસોર્ડર પેદા કરે છે અને તેના લીધે મરચાની ક્વોલીટી બગડે છે અને ફોરવર્ડ માલ પેદા થવાથી મરચાના ભાવ ઓછા આવે છે. મરચી ખારાશ પ્રત્યે સંવેદનશીલ છે તેથી મેંગેનીઝ નામનું તત્વ પૂરતા પ્રમાણમાં હોય તો તે ખારાશ સામે મરચીને મદદ કરે છે. આ વાત તમને કોઈ કહેશે નહિ આવી વાતો જાણતી રહેવી હોય તો જોડાયેલા રહેજો. તમારું ઉત્પાદન વધે તેવી મારી ઈચ્છા છે. ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો.