મરચીને 20 થી 25 સે. ગ્રે. તાપમાન માફક આવે છે. ૩૦ સે.ગ્રે. થી વધુ તાપમાન અને ૧૫ સે.ગ્રે.થી ઓછું તાપમાન મરચીની ઉપજ અને મરચીના વિકાસમાં બાધા પેદા કરે છે. દાખલ તરીકે સપ્ટેમ્બર મહિનો છે, રાત્રીનું મિનિમમ તાપમાન 28 થી 30 સે.ગ્રે. થી ઊંચું છે. આપણને પણ ગરમી લાગે છે ત્યારે મરચીના છોડનું શું થશે ? મરચીમાં છોડને આકરો આઘાત લાગશે છોડ જો સક્ષમ હશે તો ઓછો ફાલ ખરશે પણ હવામાનના આઘાતને લીધે મરચીનો ફાલ ખરશે. આ તાપમાનને લીધે છે એટલે આપણા હાથમાં નથી, જો ગટમને ખબર હોય કે બે દિવસમાં આવું તાપમાન થવાનું છે તો તમે પીએસએપી પંપે 70 ગ્રામ નાખી સ્પ્રે કરી શકો તો આઘાત સહન કરશે. યાદ રાખો તાપમાન ઠીક થશે એટલે આપોઆપ ફાલ લાગવા મંડાશે એટલે ફાલ ખરણની દવા લેવા દોડતા નહિ. જો રાત્રીનું મિનિમમ તાપમાન 28 થી 30 સે.ગ્રે. થી નીચું ગયું કે તરત ફરી ફાલ લાગવો શરુ થશે. એટલે હું તમને એ સમજવું છું કે આ તાપમાનનું કારણ છે. શું સમજ્યા ? તમારું એક ગ્રુપ બનાવો. તમારી સીમનું ગ્રુપ,. અઠવાડિયે એક દિવસ બધા મળો, પૂછો, એલા શું પરિસ્થિતિ ?તમારો ખોટા સ્પ્રે, ખોટા ખર્ચ બચશે. ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો