ગયા વર્ષના વધુ વરસાદથી મરચીમાં ડાઘીનો રોગ આવ્યો. ફોરવર્ડ માલ થયો એટલે આ વર્ષે આપણને મરચી ઓછું કરવાનો વિચાર આવે છે કારણકે આપણે ડરી ગયા છીએ. આવુજ આંધ્રના અને કર્ણાટકના ખેડૂતનું છે જો બધા વાવેતર ઘટાડશે તો બઝારનું શું થશે ? ભારતની નિકાસ ઘટશે અને બઝાર સારી રહેશે. આંધ્રના ખેડૂતોને સલાહ મળી છે કે તમારી મરચીની ખેતીમાં ફેરફાર કરો જે આપણને પણ લાગુ પડે છે. આંધ્રના ખેડૂતો એકધારા મરચીનો પાક કરે છે એટલે તેને પાક ફેરબદલી કરવાની, જે વાવો છો તે જાતોને બદલો, જૂનીને જૂની જાતોને જાકારો આપો, રોગ પ્રતિરોધક નવી જાતો તમારા ખેતરમાં લાવો, નવી શોધ, નવું સંશોધન અપનાવો, જૂની જાતો હવે રોગ, જીવાત અને ડાઘીના રોગો સામે નબળી પુરવાર થઇ છે. મરચી ખુબ સારો પાક છે. હવામાન-તાપમાન સમજીને ખેતી કરો કારણ કે મરચીના દુશ્મનો તાપમાનનો સહારો લઈને ત્રાટકે છે એટલે આપણે હવામાન ઉપર નજર રાખીયે તો દુશ્મનો થી બચી શકીયે. કવોલિટી માલ પેદા કરવા -ફર્ટિગેશન કરશું અને તાપમાનને જોશું મરચીની ખેતીમાં વાતાવરણ કેટલું અગત્યનું અને મહત્વનું છે તેની વાત હવે પછી કરીશું. વાંચતા રહેજો. ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો