આપણી વાડીયે આપણી ખેતીને લગતા બધા કાર્ય માટે એક એક કાનબાન કાર્ડ બનાવીશું. શું છે આ કાનબાન કાર્ડ ?. કાનબાન એ જાપાનની પદ્ધતિ છે. ટોયાટો કંપની દ્વારા તેની શોધ થઇ છે કાનબાન કાર્ડ એટલે એવું કાર્ડ કે જેમાં લખ્યા મુજબનું બધું સમયસર થવું જોઈએ. એક દાખલ સાથે સમજીએ. મરચીના પ્રોજેક્ટ માટે વિવિધ કાનબાન કાર્ડ આપણે બનાવીશું. કાનબાન કાર્ડ રોજ આપણે જોવાના અને હવામાન પ્રમાણે કાનબાન કાર્ડ માં શું લખ્યું છે તે મુજબ થયું કે નહિ ? બધા કામ સમય વીતે પહેલા કરવાના દા. ત. આજે ખેતરનું સ્કાઉટીંગ – આંટો માર્યો જોયું – ક્યાંક સફેદ માખી દેખાય છે ? બે દિવસમાં તેના માટે નો છંટકાવ લેવો અને પાક સંરક્ષણ કાનબાન કાર્ડ માં નોંધ કરવી સાથે સાથે આવતીકાલે ફર્ટીગેસન નો ડોઝ દેવાનો છે તે પ્લાન કરવો ફર્ટીગેસન કાનબાન કાર્ડમાં ટીક કરવું અને એન્થ્રેકનોઝ માટે ચોમાસાં જુલાઈ ઓગસ્ટમાં સ્પ્રે કરવા જરૂરી. છે તો એન્થ્રોકનોઝ કાનબાન કાર્ડમાં લખશું. જુલાઈ ઓગસ્ટ બે મહિના મા 5 સ્પ્રે રોગના સ્પોરને મારવા અચૂક કરવા જેથી પાછળથી ડાઘીનો રોગ આવેજ નહિ અને ભાવ ઊંચા મળે. કાનબાન કાર્ડ વિષે વધુ માહિતી માટે વાંચતા રહો ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો