આપણી જમીનનો પી એચ સમતોલ નહિ હોય તો બધું નકામું અને સેન્દ્રિય તત્વો વગરની જમીન મરચી ને માફક આવતી નથી. રાસાયણિક એકલું કઈ કામ નહિ આવે. મરચી ક્યાં સ્ટેજે શું માંગે તે ખબર નહિ હોય તો બધું પડ્યું રહેશે અને છેલ્લે આપણે કહીશું ખેતી કરવા જેવી નથી. મરચીની ખેતી વૈજ્ઞાનિક રીતે નવી ટેક્નિક નો ઉપયોગ કરીને કરવી પડશે. 6.5 થી 7.5 પી એચ વાળી, સારા નિતારવાળી જમીનમાં મરચી સારી થાય. 6.5 થી ઓછો પીએચ હોય તો ચૂનો નાખીને જમીન સુધાર કરી શકાય, જો 7.5 થી વધુ પીએચ હોય તો તો જીપ્સમ નાખીને જમીન સુધાર કરવો પડે. પાળા, સેન્દ્રીય તત્વ, પાયાનું ખાતર, ઉપયોગી બેક્ટેરિયા, ડ્રિપ અને મલચિંગ મરચીની ખેતી સારી કરવાનો સાચો ઉપાય. સેન્દ્રીય તત્વ થી ભરપૂર જમીનમાં ફર્ટિગેશન કરી સારું ઉત્પાદન મળે. ક્ષાર વાળી જમીન અને ક્ષાર વાળું પાણી હોય તો ઉત્પાદન 50% ઘટે છે. ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો