ચીલી કી પાઠશાળા : મરચીને જમીનજન્ય ફૂગ -રોગ થી મુક્ત રાખવા ડ્રેનચિંગ કરતા રહેજો

આપણે એકને એક જમીનમાં સતત મરચી કરીયે છીએ, જૂની ને જૂની એકજ જાત નું વાવેતર ફરી ફરી કરતા રહીયે છીએ. પાક ફેરબદલી કરતા નથી અને મરચીની જાત બદલતા રહો કારણ નવા સંશોધન રોગપ્રતિરોધક જતો આંકવી છે. આપણું કેવું છે માર્કેટિંગ યાર્ડના દલાલ જે કંપનીનો હોય અને તે જાતના વખાણ કરે એમાં આવી જઇયે છીએ. ઓજસ અને અમેઝ મરચી સારી થઇ હોય પણ જેની અછત ઉભી કરી હોય તે લઇ આવીયે તો તેનો કોઈ ઉકેલ નથી. વિજ્ઞાન ને સમજો. જમીનમાં રોગકારક પડ્યા છે તેને અનુકૂળ વાતાવરણ મળતા અને ઈ ને ઈ જાત છે એટલે રોગકારક ફરી ભરડો લઇ જાય છે. આ માટે તમારે વખતો વખત ફુગનાશક, ઉપયોગી જૈવિક ફુગનાશક કે બેક્ટેરિયા નાશક નું ડ્રેનચિંગ કરવું પડશે. આ ખુબ જરૂરી છે. શેનું ડ્રેનચિંગ કરવું તે વાવણી વખતે આપણે આપણા ગ્રુપમાં બતાવીશું. આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો