આપણે જે ખાતર કે પોષણ આપીયે તે આપણા પાકને મળે તો ફાયદો પણ જમીનનો પી એચ અનુકૂળ ના હોય કે આપણી જમીનમાં નઠારા તત્ત્વો હોય તો ખાતર છોડ લઇ શકે નહિ આ બધાને ન્યુટ્રલ કરવા પડે અને એ માટે આપણે જમીન અને પાણીનું પ્રિ હેલ્થ ચેક અપ કરાવવું જરૂરી છે આ કરશો તો વૈજ્ઞાનિક ખેતી કરી ગણાય. ખેતર દીઠ ઇન્વેસ્ટમેન્ટ કરી વૈજ્ઞાનિક ધોરણે પૃથ્થકરણ કરાવો અને જમીન -પાણી -પીએચની સાપેક્ષ માં જરૂરી પોષક તત્વો અને માઈક્રોનુટ્રિએન્ટ સમય અનુસાર આપો. ફર્ટીગેશન જાણકાર પાસે થી પ્રોગ્રામ લઈને તે પ્રમાણે ખાતર આપો. ફર્ટિગેશન વિજ્ઞાન ઉપયોગમાં લાવીએ તો 20% થી 30 % ઉત્પાદન વધે છે અને ખર્ચ પણ બચે છે. આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો