ચીલી કી પાઠશાળા : મરચીમાં પાયાનું ખાતર ખુબ અગત્યનું છે

એક એકર માં સારું ગળતિયું ખાતર 10 ટન, 250 કિલો લીંબડાનો ખોળ, 150 થી 200 કિલો સિંગલ સુપરફોસ્ફેટ, 50 કિલો ડી એ પી, 50 કિલો મ્યુરેટ ઓફ પોટાશ પાયામાં આપવાની ભલામણ છે તેનો પ્રયોગ કરવો. તમે પાળા કરો ત્યારે પાળામાં આપી દેજો. મરચીમાં પાયાનું ખાતર ખુબ અગત્યનું છે જો તમે આવું કરશો તો તમને પણ અમેઝ વેરાયટીમાં ઉત્પાદનનો લાભ થશે. તમે આ વર્ષે અમેઝ કરી હોય તો તમે લાભમાં રહેશો. તમારું ઉત્પાદન વધે તેવી મારી ઈચ્છા છે. ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો.