જ્યાં ગઈ સીઝનમાં ટામેટા, રીંગણા, બટેટા, શક્કરીયા, કપાસ, સોયાબીન અને મરચી કરી હોય ત્યાં મરચીની ખેતી કરવી જોઈએ નહિ. પાક ફેરબદલી કરીને ફરતાં ફરતા ૩ વર્ષે તે ખેતરમાં ફરીવાર મરચી આવે તેવું ગોઠવવું જોઈએ. મરચીને જમીનજન્ય ફૂગ, બેક્ટેરિયા, વાઈરસ થી બચાવવા પાક ફેરબદલી ઉત્તમ ઉપાય છે. દાખલ તરીકે ગયા વર્ષે મરચીમાં આવેલી સ્ક્લેરોસિયા રેલોસફી નામની ફૂગ થી મરચીનું ગળું પાડવાનો રોગ આવેલ તેના અવશેષો જમીનમાં હજુ છે તેને અનુકૂળ વાતાવરણ અને અનુકૂળ પાક મળતાજ વરસાદ પછી તે તમે ચોપેલી મરચીને નુકશાન કરશે ત્યારે કોપર નું ડ્રેનચિંગ કરવું અતિ જરૂરી છે પણ ત્યાં જો પાક ફેરબદલી થઇ હશે તો તે પાકને નુકશાન નહિ કરે અને આમજ પોતાની વૃદ્ધિ કરી શકશે નહીં. ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો