ચીલી કી પાઠશાળા : મરચીની ખેતીની ભાગીયાની સમશ્યા માટે શું કરવું ?

આપણી ખેતીમાં સૌથી મોટી સમશ્યા હોય તો તે છે મજૂરોની, મજૂરો કે ભાગીયા મળતા નથી. ભાગીયા મળે છે તો આપણે તેનું વ્યવસ્થાપન કરતા નથી. આપણા ભાગીયાને આપણી ખેતીના ભાગીદાર સમજવા પડશે. ભાગીયા ને જોઈએ રોટી, કપડાં, મકાન જોઈએ તે આપીને ભાગીદાર બનાવીયે અને આટલું ઉપદં આવે તો તો તને આટલા વધારાના મળશે તેવી શરત રાખી પાક ઉત્પાદન વધારવું પડશે. વીણવામાં, દવા છાંટવા, ભાગિયા મળતા નથી. મામૂલી ખર્ચે હવે ડ્રોન થી દવા છંટકાવ કરી શકાય છે તેનો લાભ લેવો પડશે. આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો