ચીલી કી પાઠશાળા : મરચીની ખેતીમાં ટેકો આપવાનું મહત્વ સમજવું પડશે.

મરચીની ખેતી હવે પાળા -ડ્રિપ અને મલચીંગ વગર કદી નહિ. આપણને ખબર છે ચોમાસામાં ક્યારેક ઝાપટ વાળો પવનની વાઝડી સાથે વરસાદ આવે છે. આ વરસાદ ને લીધે ઘણી વખત મરચીના છોડ ડગ ડગ થઈને તેનું થડ જમીન પાસે કોન આકારનો ખાડો બનાવે છે અને તેમાં આ વરસાદનું પાણી ભરાય છે એટલે તેમાં ફાઇટોપથેરા સુકારાની ફૂગ લાગે છે એટલે છત્તીસગઢ ના ખેડૂતો મરચીને ટેકો આપવા સ્ટેકીંગ કરે છે એટલે છોડ ડગ ડગ થઈને થડ અને જમીન પાસે કોન આકારનો ખાડો બનાવતા નથી. ટૂંકમાં જો ભાવની એસીતેસી કરવી હોય તો વૈજ્ઞાનિક રીતે વધુ ઉત્પાદન લેવા છોડ ને સ્ટેકીંગ -ટેકો આપવાની અને થડ પાસે ડ્રેનચિંગ શેનું કરવું તે સમજવું પડશે. આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો