ચીલી કી પાઠશાળા : મરચીની ખેતીમાંથી કમાવા માટે શું શું કરવું પડશે ?

યાદ રાખજો કે મરચીનો કવોલિટી માલ પેદા કરવા જરૂરી ફર્ટિગેશન કરશું પડશે, ફર્ટિગેશન કેમ ? ક્યારે ?કેટલું ? કેવીરીતે તે વાતો હવે પછી આપણે આપણા ગ્રુપમાં વાત કરશું તમે નિયમિત ચીલી કી પાઠશાળા વાંચતા રહેશો. મરચીના છોડને હેલ્ધી રાખવો પડશે, દુશ્મનોને મારવા સાચા મોલેક્યુલ વાળી દવા વાપરવી પડશે, રોજનું મહત્તમ અને મિનિમમ તાપમાન ઉપર અર્જુન નજર રાખવી પડશે એક વાત ખાસ. મતસ્ય વેઘ વખતે અર્જુનની આંખ જેમ માછલીની આંખ જોતી હતી તેમ આપણે પણ વાદળ અને તાપમાન ઉપર અર્જુન જેવી નજર રાખવી પડશે. રોજનું દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું નીચું તાપમાન ગુગલ વેધર દવારા ડાયરીમાં લખવું પડશે તેની વધઘટને ધ્યાનમાં લેવી પડશે કારણ કે આપણે ઉત્પાદન વધારે મેળવીને મરચીની ખેતીમાંથી કમાવું છે આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો