ચીલી કી પાઠશાળા : મરચીનું એવું બીજ પસંદ કરો કે જેમાં રોગપ્રતિરોધકતા હોય

આંધ્ર પ્રદેશ એટલે મરચીનું ઘર. આંધ્રના ગંટુરનાં ખેડૂતો આ વર્ષે વધુ વરસાદના લીધે મરચીના પાકમાં આવેલા ડાઘીના રોગ અને બ્લેક થ્રિપ્સ જીવાતના લીધે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યાંના વેપારીઓ અને વૈજ્ઞાનિકોનું માનવું છે આવું થવાનું કારણ છે કે ખેડૂતો

  • એકને એક ખેતરમાં મરચી વાવ્યા કરે છે, પાક ફેરબદલી કરતા નથી,
  • એકને એક જૂની મરચીની જાત સતત વાવેતર કરે છે.
  • નવી સુધારેલી રોગ પ્રતિરોધક જાતો કરતા નથી.
  • મરચીની ખેતી પાળા, મલચીંગ અને ડ્રિપ સાથે કરવી પડશે.. આ વાત થી આપણે શીખ લેવાની છે કે આપણે પણ આ વાતો સમજવી પડશે તો જ મરચીની ખેતીમાંથી આપણે સારી આવક મેળવી શકીશું. આપણે પણ રોગ પ્રતિરોધક જાતોના નવા સંશોધનો અપનાવવા પડશે.
  • આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન – ચીલી કી પાઠશાળા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો