ચીલી કી પાઠશાળા : મરચીની ખેતીના દુશ્મનોને ઓળખી લેવા પડશે

આપણે પણ આપણો રથ મરચીની ખેતીના લડાઈના મેદાનમાં વચ્ચે લઇ જઈને
આપણા દુશ્મનો કોણ કોણ છે તે જોઈ લેવા જોઈએ ક્યાં આયુધો થી પરાસ્ત કરવા ? તે પહેલાથી જાણી રાખવું જોઈએ.

મરચીમાં
5 પ્રકારનાં બેક્ટેરિયા, 14 પ્રકારની ફૂગ,
6 પ્રકારની જીવાત,
નેમેટોડ અને
૬ પ્રકારના વાયરસ લાગે છે.

આપણે ભેગા મળીને આ જીવાત અને રોગ કે કુક્ડ થી કેમ લડવું ? અને આ બધા કેવા હવામાનમાં આપણા પાકમાં આવે છે તે આપણને ખબર હોય તો આવે અને તેનું નિયંત્રણ કરીયે તો જિતીયે. આપણે રોગ આવે પાંદડા ખરે ત્યારે ડોડીયે છીએ તેના બદલે આપણને જો ખબર પડે કે આવતા અઠવાડિયામાં ક્યાં રોગ કે જીવાત આવશે તે આપણને ખબર હોય તો ? સફળતા મળે કે નહિ ?

આવી વાતો આપણે આ ગ્રુપમાં કરશું. ચીલી કી પાઠશાળા માં જોડાઈને ચાલો આવતા વર્ષની મરચીની ખેતી બદલી નાખીયે, આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો