
વીઘે 60 મણ થી વધુ ખોખા અને લીલી મરચી અઢળક પેદા કરવી છે તો લડી લેવું પડે અને વિજ્ઞાનને સમજી લેવું પડે. કુક્ડ -એન્થ્રેકનોઝ અને થ્રિપ્સ તો આવે ને જાય વરસાદ -હવામાન સામે આજ સુધી લડતા જ આવ્યા છીએ. હવે હવામાનને સમજીને ખેતી કેમ કરવી તે આપણને ચીલી કી પાઠશાળામાં જાણવા મળ્યું છે. બીજું વખતો વખત આપણે ગ્રુપમાં રોગ જીવાતના નિયંત્રણની માહિતી આપીશું. ચીલી કી પાઠશાળા વોટ્સએપમાં જોડાઈ જાવ અને મરચીના પાકની કાળજી માટે કાનબાન કાર્ડ શું છે તે સમજી લ્યો. પછી જોજો તમને ઉત્પાદન જરૂર મળશે. પ્રભુ, ઈશ્વર, અલ્લાહ આપણને કહે છે કે ખેડૂત તરીકે તારો ધર્મ સંભાળ, વાવેતર જાળવી રાખ, તો જ તને ફાયદો થશે અને તારી જીત નિશ્ચિત થશે, હું તારી સાથે છું. આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈને સમૂહમાં મરચીની ખેતી બદલી નાખીયે, વધુ માહિતી કૃષિ વિજ્ઞાન-ચીલી કી પાઠશાલા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ વાંચતા રહો જયારે વિશ્વ નિયંતા આપણી સાથે છે પછી ગભરાવાનું કારણ નહિ.
વાંચતા રહેજોકૃષિ વિજ્ઞાન -ચીલી કી પાઠશાલા